સુરતમાં છેલ્લા થોડા દિવસો પહેલા કોરોનાની બીજી લહેરે આતંક સર્જ્યો હતો. કોરોનાની બીજી લહેર એટલી ભયંકર હતી કે, સુરત સિવિલની બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી ત્યાર બાદ ઓક્સીજનની અછત સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે હવે કોરોનાની લહેર ધીમે-ધીમે શાંત પડતા તેની અસર હવે સુરત એરપોર્ટ પર જોવા મળી છે.
કોરોનાકાળનો કહેર ઓછો થતા જ સુરત એરપોર્ટ ફરી ધમધમતું થઈ ગયું છે. ઓગષ્ટ મહિનામાં 77,700 થી વધુ મુસાફરોની આવનજાવન થવા લાગી છે. જુલાઈ મહિનામાં 54 હજારથી વધુ મુસાફરોની આવનજાવન થઈ ગઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં મુસાફરોનો આંકડો 1 લાખ પાર કરે તેવી શકયતા રહેલી છે. ઈન્ડિગો સહિતની કેટલીક કંપનીઓ હજુ વધુ ફ્લાઇટ શરૂ કરશે.
એરપોર્ટની લોકો આવનજાવન વધતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. જયારે હવે કોરોનાના કારણે બનાવવામાં આવેલ નિયમો હવે હળવા થયા છે. તેની અસર હવે સુરત એરપોર્ટ પર દેખાઈ રહી છે.