માહીને જન્મદિવસ પર દિગ્ગજ ખેલાડીઓએ પાઠવી શુભેચ્છા

પૂર્વ ભારતીય કેપ્ટન MS Dhoni આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 7 જુલાઈ, 1981 ના રોજ રાંચીમાં જન્મેલ ધોની આજે 40 વર્ષનો થયો છે. મહેન્દ્રસિંહ ધોની માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ એક એવી વિચારસરણી છે જેણે ભારતીય ટીમને ઉંચાઈ પર પહોંચાડી દીધી.

એમએસ ધોનીને જન્મદિવસ પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. પ્રશંસકો, દિગ્ગજ ખેલાડીઓ તેમજ BCCIએ આ ખાસ અવસરે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.BCCIએ અલગ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા લખ્યુ કે તેઓ એક દંતકથા અને પ્રેરણારૂપ છે. જન્મદિવસ પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ફોટો શેર કરતાં કહ્યું કે મારા માટે પ્રેમ વરસાવનાર અને મિત્ર માહી ભાઈ માટે. સુરેશ રૈનાએ એમએસ ધોનીના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે તમે મારા મિત્ર, ભાઈ અને માર્ગદર્શક છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *