સવારના નાસ્તામાં જામ કે બટર સાથે ઉપયોગમાં લેવાતી સફેદ બ્રેડ હેલ્થને મોટું નુકસાન કરે છે. જાણો કેવી રીતે તૈયાર થાય છે સફેદ બ્રેડ અને કેટલા પોષક તત્વો ધરાવે છે.
નાસ્તામાં સફેદ બ્રેડનો ઉપયોગ કરે છે નુકસાન
• કેવી રીતે પ્રોસેસ કરાય છે સફેદ બ્રેડ
સફેદ બ્રેડ બનાવવા માટે ઘઉંના લોટમાં અનેક કેમિકલને બ્લીચ કરાય છે અને તેનો સફેદ લોટ બનાવાય છે. તેમાં બેજોયલ પેરોક્સાઈડ, ક્લોરિન ડાઈઓક્સાઈડ અને પોટેશિયમ બ્રોમેટ અને રિફાઈન્ડ સ્ટાર્ચ મિકસ કરાય છે. આ ચીજોને ઓછા પ્રમાણમાં મિક્સ કરાય છે જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય.
• કેટલું પોષણ આપે છે વ્હાઈટ બ્રેડ
દરેક બ્રેડમાં કેલેરીનું પ્રમાણ સમાન રહે છે. પણ પોષક તત્વોમાં ફરક હોય છે. સફેદ બ્રેડના એક પીસમાં 77 કેલેરી હોય છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ તેમાં વધારે રહે છે. સફેદ બ્રેડને સૌથી વધારે પ્રોસેસ્ડ કરાય છે અને એટલે તેમાં પૌષ્ટિક તત્વો સૌથી ઓછા હોય છે.
• વ્હાઈટ બ્રેડના નુકસાન
સફેદ બ્રેડ ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ બહુ ઝડપથી વધે છે. તેમાં રહેલું ગ્લાઈસિમિક ઈન્ડેક્સ શરીરની પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે અને શુગરથી પણ નુકસાન થાય છે. સતત ગ્લાઈસિમિક ઈન્ડેક્સ શરીરમાં વધવાથી ડાયાબિટીસ, કિડનીમાં સ્ટોન અને હાર્ટની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તેનાથી વિટામિન ડીની ઉણપ સર્જાય છે. જેના કારણે પાચન ક્રિયામાં ગરબડ થાય છે.
કબજિયાત અને પેટની સમસ્યા ઉદભવે છે અને કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય તમારો મૂડ પણ તેનાથી ખરાબ રહે છે તો સાથે સફેદ બ્રેડ ખાવાથી મહિલાઓમાં ડિપ્રેશનની સમસ્યા પણ વધે છે. આ સિવાય તે વજનને વધારે છે. જો ફિટ રહેવા ઇચ્છો છો તો તમારે વ્હાઈટ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી શરીરમાં એકસ્ટ્રા ગ્લૂકોઝ ફેટના રૂપમાં જમા થવા લાગે છે. અને વજન વધે છે. આ સિવાય ડાયાબિટિસના દર્દીઓએ પણ સફેદ બ્રેડનો ઉપયોગ ટાળવો જોઈએ.તે બ્લડમાં શુગર વધારતું હોવાથી ખતરનાક બની શકે છે.
સફેદ બ્રેડની સરખામણીમાં બ્રાઉન બ્રેડ વધુ ફાયદાકારક હોય છે. ભલે બન્નેની કેલરીમાં કોઈ ફેર પડતો નથી પરંતુ બ્રાઉન બ્રેડ ઘઉંમાંથી બને છે. તેમાં ફાયબર અને વિટામિન બી કોમ્પલેક્સ હોવાથી તે પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.