અમદાવાદનું વર્ષો જુનુ લાલ દરવાજા બસ ટર્મિનલ હવે નવા રૂપરંગ ધારણ કરવા જઇ રહયું છે. 60 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેઝ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2022 સુધીમાં આ નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો જેના કારણે કામગીરી વિલંબમાં પડી હતી.નવા ટર્મિનલમાં 6.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેર મીટર એરિયામાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.
ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઊભી કરાશે. આમ વર્ષો બાદ અમદાવાદ ની ઓળખ લાલ દરવાજા બસ ટર્મિનલ નવા લુક સાથે સામે આવશે. સમયની સાથે દરેક આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.