પાણીની ટેન્કર ભાડે લેવાના ઇજારામાં 10 લાખનો ચૂ્નો

કોર્પોરેશનમાં પાણીની ટેન્કર ભાડે લેવાના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી શિક્ષણ સમિતિની પૂર્વ સભ્યએ વીજીલન્સ તપાસની માંગણી કરી છે.

કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં 2019-20 અને 2020-21 ના વર્ષ માટે પાણીની ટેન્કરો ભાડેથી લેવા વાર્ષિક કોન્ટ્રાકટ રૂ. 40 લાખનો કરવા ટેન્ડરો મંગાવેલ હતા.

મહેશ ભોંસલે મ્યુ.કમીશ્નરને પત્ર લખીને જણાવ્યું હતું કે 2019-20 અને 2020-21 ના વર્ષ માટે પાણીની ટેન્કરો ભાડેથી લેવા વાર્ષિક કોન્ટ્રાકટ મે.રાજેશ સચદેવને અપાયો હતો.

ઉચ્ચ અધિકારી અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાઠ છે. વર્ષ 2019-20 માં ડીઝલનો ભાવ ઓછો હોવા છતાં પણ રૂ.401 નો ભાવ આપ્યો અને 2020-21 માં ડીઝલનો ભાવ વધુ હોવા છતાં રૂ. 303 નો ભાવ અપાયો હતો.

અગાઉ પણ પાણીની ટેન્કરો ભાડે લેવા ના કોન્ટેક્ટ માં મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *