તંત્ર દ્વારા વેક્સિનેશન વધે તેવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે, બીજી તરફ રસી ઉપલબ્ધ ન હોવાથી લોકોને ધક્કા પડી રહ્યા છે.
રવિવારે રેલવે સ્ટેશન ખાતેના કેમ્પમાં કોવિશીલ્ડ લેવા લોકોની કતારો લાગી હતી, બીજી તરફ સયાજી હોસ્પિટલ સહિતના વિવિધ સેન્ટરો ખાતે માત્ર કોવેક્સિન ઉપલબ્ધ હોવાથી સેન્ટરો ખાલીખમ જોવા મળ્યાં હતાં.
જ્યારે મુસ્લિમ સમાજે રવિવારે 3 જગ્યાએ યોજેલા કેમ્પમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન કરાયું હતું.
મુસ્લિમ ડોક્ટર એસો.ના અગ્રણી જુબેર ગોપલાની જણાવ્યા મુજબ રવિવારે 2400 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
જેમાં તાંદલજામાં 1450, પાણીગેટમાં 650 અને વાડીમાં 300 લોકોએ રસી મુકાવી હતી.
તાંદલજાની ખ્વાજા ગરીબ નવાઝ મસ્જિદમાં બંને કમ્યૂનિટીના લોકોએ પ્રથમ વખત રસી મુકાવી હતી.
