વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,658 ઉપર પહોંચી ગયો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,658 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 70,470 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 565 એક્ટિવ કેસ પૈકી 22 દર્દી ઓક્સિજન ઉપર અને 15 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,658 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9646, પશ્ચિમ ઝોનમાં 11,857, ઉત્તર ઝોનમાં 11,723, દક્ષિણ ઝોનમાં 11,723 વડોદરા ગ્રામ્યમાં 26,673 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *