સુરતમાં સેલ્ફી લેવા જતાં તરુણ કોઝવેમાં પડ્યો

રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લઈ રહેલો એક તરુણ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા.

એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો.

દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો.  

5-7 મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઊંચકી રાખી કિનારે સુધી લાવ્યો હતો. પાળા પાસે વધુપડતી લીલ હોવાથી જો બાળકને ઊંચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ તેને શોધવો ખૂબ જ અઘરો હોત. 25 વર્ષના સ્વિમિંગમાં આવા 7-8 જણાના જીવ બચાવ્યા છે.

પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાઈ ગયા હતા. ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતાં જ ગાયબ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *