પ્રથમ વીકેન્ડમાં જ હોટલ- રેસ્ટોરાંની બહાર ભીડ જામી

અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટલ અને રેસ્ટોરાંમાં માત્ર ટેક અવેની સુવિધા રાખવામાં આવી હતી, પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છૂટછાટ મળતાંની સાથે જ લોકોએ ફરીવાર બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે.

હવે 9 વાગ્યાની છૂટ મળતાં રવિવારે મોડી સાંજે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ક્યાંક પાર્સલ માટે તો ક્યાંક જમવા માટે લોકોને કલાક કે તેથી વધુ સમય માટે રાહ જોવી પડી હતી.

લાંબા સમય બાદ અમદાવાદ છૂટછાટ સાથે ફરીથી ધબકતું થયું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરાંની બહાર વેઈટિંગમાં ઊભા રહેલા અનેક લોકો જોવા મળ્યા હતા, ત્યારે કેટલીક દુકાનો બહાર પાર્સલ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

કેસ પણ નિયંત્રણમાં આવતાં અગાઉ જે લોકો બહાર આવતા નહોતા તેવા લોકો પણ બહાર આવ્યા હતા. રવિવાર હોવાને કારણે સામાન્ય દિવસ કરતાં 3થી 4 ગણો વધુ ધસારો જોવા મળ્યો હતો.

9 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરાંમાં જમવા દેવાની છૂટ મળ્યાના પ્રથમ વીકેન્ડ હોવાને કારણે લોકોની વધુ ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસમાં નોકરી-ધંધાને કારણે લોકો પરિવાર સાથે બહાર જમવા જઈ શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *