સમગ્ર દુનિયા હાલ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહી છે. જો રાહતની વાત એ છે કે અમુક દેશો કોરોનામુક્ત થઈ ગયા છે. જે બાદ માસ્ક ફ્રી જાહેર કરાયુ છે. જ્યારે અમુક દેશો માટે હજૂ પણ ચિંતાનો વિષય છે. કોરોનાથી બચાવ માટે માસ્ક લગાવવું ખૂબ જ જરૂરી છે. માસ્ક નહીં લગાવવા પર દંડની જોગવાઈઓ તો છે જ. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ફની વીડિયોને જોઈને લોકોને હસવાની સાથે સાથે શિખામણ પણ લેવાની જરૂર છે.અત્યાર સુધીમાં અલગ અલગ દેશોના કાયદા વિશે તમે ખૂબ સાંભળ્યુ હશે. કોરોનાકાળમાં કેટલાય દેશોએ પોતાના કાયદામાં મોટા ફેરફાર કર્યા છે. ફરજિયાત માસ્ક માટેના દંડ અને સજાની પણ જોગવાઈઓ કરી છે. ત્યારે અહીં આપેલા વીડિયોમાં પણ માસ્ક ન પહેરવા બદલ અજીબોગરીબ સજા આપવામાં આવી હતી.
આ વીડિયો આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ શેર કર્યો છે. જેમાં આપ જોઈ શકો છો કે, કોઈ જાહેર જગ્યા પર એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યુ છે, પણ તેને માસ્ક પહેર્યુ નથી.જેના કારણે તેને બહાર જ રોકી દેવામાં આવ્યો છે. બરાબર એજ સમયે માસ્ક પહેરેલા શખ્સને તુરંત એન્ટ્રી મળી ગઈ. માસ્ક વગર એન્ટ્રી મારતા લોકોના માથા પર ધડામ દઈને હથોડાના ઘા વાગે તેવું મશીન ફીટ કરવામાં આવ્યુ છે.