બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઘણા લાંબા સમયથી મોટા પડદાથી દૂરી બનાવી લીધી છે.
તે છેલ્લે શાહરૂખ ખાન સાથે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી.
ત્યારબાદથી અનુષ્કાએ ફિલ્મોમાં વાપસી કરી નથી.
હવે અનુષ્કાએ પોતાનો બ્રેક વધુ લંબાવી દીધો છે.
તે હવે પોતાનો તમામ સમય દીકરી વામિકાની સંભાળમાં પસાર કરવા માંગે છે.
તેથી અનુષ્કાએ વર્ષ 2022 સુધી ફિલ્મોથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે.
અનુષ્કા હાલમાં તેની પુત્રી પર ધ્યાન આપી રહી છે.
તે આ સમયે ઘરની બહાર જઇને શૂટિંગ કરીને કોઈ જોખમ લેવા માંગતી નથી.
અહેવાલો અનુસાર ઓક્ટોબરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની છે જેનો પ્રભાવ બાળકોને થશે.
તેવામાં અનુષ્કા આ સમયે તમામ સેફ્ટીનું ધ્યાન રાખી રહી છે અને ઘરની બહાર નથી જઈ રહી.
તેણે પોતાની ટીમને પણ કહ્યું છે કે આ વર્ષે કોઈ શૂટિંગ ન કરવું.