અમેરિકા ઇરાન વિરોધી પ્રતિબંધો ઉઠાવે : ઇબ્રાહિમ રાયસિ

ગયા સપ્તાહે ઇરાનમાં થયેલી ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીતેલા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસિ અમેરિકી પ્રમુખ જો બાઇડેનને મળવા માગતા નથી.

તેઓ ના તો ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ બાબત અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરશે કે ના તો પ્રાદેશિક લશ્કરી દળના સહયોગ વિષે વાત કરશે.

અમેરિકાએ ઇરાન સામેના દમનકારી બધા પ્રતિબંધો ઉઠાવી લેવાના છે, એમ એમણે ઉમેર્યું. એમણે તહેરાનમાં પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા આમ જણાવ્યું.

ન્યાયતંત્રના વડા એવા રાયસિએ, 1988માં 5000 લોકોને કરાયેલા સામૂહિક મૃત્યુદંડની ઘટનામાં એમની સંડોવણી વિષેના પ્રશ્નોત્તરમાં પોતાને માનવ અધિકારના રક્ષક ગણાવ્યા.

અમેરિકાએ ઇરાનના આ સામૂહિક સંહારમાં સંડોવણી બદલ જેના પર પ્રતિબંધો લાદયા છે

એવા સર્વોચ્ચ નેતાના આશ્ચિત એવા ઇબ્રાહિમ રાયસિ દેશના ઇતિહાસમાં થયેલા ઓછામાં ઓછા મતદાનમાં જીતી ગયા છે.

લાખો ઇરાનીઓ ચૂંટણીને રાયસિની તરફેણમાં યોજાયેલો કાર્યક્રમ સમજી લઇને મતદાનની અવગણના કરી ઘેરજ રહ્યા હતા.

મતદાન કરનારાઓ પૈકીના 37 લાખ લોકોએ આક્રસ્મિકપણે કે જાણીજોઇને એમના મતપત્રકોને રદ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *