2014થી સત્તામાં રહેલા સ્વીડનના સોશિયલ ડેમોક્રેટિક વડાપ્રધાન સ્ટીફન લોફવેન આજે સંસદમાં વિશ્વાસ મત હારી ગયા હતાં.
સ્ટીફન લોફવેન એવા સમયે વિશ્વાસ મત હારી ગયા છે જ્યારે સ્વીડનમાં હાઉસિંગ કટોકટી ચાલી રહી છે અને મકાનોના ભાવ આસમાને પહોંચી ગયા છે.
લોફવેન વિશ્વાસ મત હારી જનારા સ્વીડનના પ્રથમ વડાપ્રધાન છે.
વિશ્વાસ મતનો પ્રસ્તાવ એક નાની લેફ્ટ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પાર્ટી લઘુમતી સરકારનો હિસ્સો છે.
સ્વીડનમાં હાઉસિંગ માર્કેટ અંકુશમુક્ત કરવાની માગ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન સ્વીડનમાં મકાનોની કીંમત ખૂબ જ વધી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે સ્વીડનમાં ભાડેથી મકાન લેવા માટે કડક નિયમો અમલમાં છે.
જેનો ઉદ્દેશ મોટા શહેરોમાં વ્યાજબી ભાવ જાળવી રાખવાનો છે. સામાન્ય લોકો માટે નવું મકાન ખરીદવું મુશ્કેલ બની ગયું છે
જ્યારે બીજી તરફ ભાડેથી મકાન લેવા માટે કોન્ટ્રાકટ માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે.
