કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય

કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ નક્કી કર્યુ છે કે ફક્ત પ્રતિકાત્મક અમરનાથ યાત્રા જ યોજાશે, એમ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું. પહલગામ અને બલતાલ ખાતે ૨૮ જૂનના બે રુટ પરથી ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલા બાબા બર્ફાનીની ગુફાના ૫૬ દિવસની યાત્રાનો પ્રારંભ થાય છે.

તે ૨૨મી ઓગસ્ટેે પૂરી થાય છે. ગયા વર્ષે પણ કોરોનાના લીધે આ યાત્રા રદ કરવામાં આવી હતી. સિંહાએ અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે શ્રદ્ધાળુઓ સવાર અને સાંજની આરતીના વર્ચ્યુઅલ દર્શન કરી શકે. આના દ્વારા શ્રદ્ધાળુઓની દર્શનની ઇચ્છા પૂરી થશે અને તેમણે પ્રવાસ પણ નહીં કરવો પડે. તેમણે જણાવ્યું હતું કે બાબા બર્ફાનીના ધામમાં બધી પરંપરાગત અને ધાર્મિક વિધિઓ પહેલાની જેમ જ કરવામાં આવશે. લોકોના જીવન બચાવવાનું મહત્ત્વનું છે.

તેથી આ વર્ષે જન હિતમાં યાત્રા યોજવી જરુરી નથી. શ્રીમ અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) કરોડો શ્રદ્ધાળુઓની લાગણીને સન્માન આપે છે. તેથી જ શ્રદ્ધાળુઓ આ પવિત્ર ગુફામાં સવાર અને સાંજે થતી આરતીના ઓનલાઇન દર્શન કરી શકશે, એમ સિંહાએ જણાવ્યું હતું. સિંહા પોતે આ બોર્ડના ચેરમેન પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *