સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો. સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર કાર્ય કરનાર બે વિદ્વાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આપણો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો સંસ્કૃત ભાષામાં છે.
જેથી વર્ષ ૧૯૯૬ થી પ્રતિવર્ષ “શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક’ દ્વારા સંસ્કૃતભાષાના વિદ્વાનોને સન્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. રવિવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારની અધ્યક્ષતામાં સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ ૨૦૨૦ નો સુવર્ણ ચંદ્રક ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને ૨૦૨૧ નો ડૉ.હર્ષવદન મનસુખલાલ જાનીને અર્પણ કરવામાં આવ્યો હતો.ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી એ દેશ-વિદેશમાં સંસ્કૃત ભાષા માટે દ્વારકાધીશ એકેડેમી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા દ્વારા સંસ્કૃત ભાષાની એક નવી ઉંચાઈ બક્ષી છે. તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારમાં તેમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે.