તમિલનાડુના ચેન્નાઈ ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં કોરોના સંક્રમિત વધુ એક સિંહનું મોત

દેશમાં કોરોનાથી માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણી પણ સંક્રમિત થયા છે. બીજી તરફ તમિલનાડુ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં તમિલનાડુના ચેન્નાઈ ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં કોરોના સંક્રમિત વધુ એક સિંહનું મોત થયુ છે.

12 વર્ષિય એશિયાઈ સિંહનો મોતની પ્રાણી સંગ્રહાલયના ઉપ નિર્દેશકે પુષ્ટી કરી છે..ગત ત્રણ જૂનથી જ તેની સારવાર ચાલતી હતી.. અને ત્રણ જૂને જ પ્રાણી સંગ્રહાલયમાં રહેલી નીલા નામની સિંહણનું કોરોના વાયરસથી મોત થયુ હતુ.

જોકે બાદમાં પથનાથન નામના સિંહની તબિયત પણ વધુ લથડી હતી. પશુ રોગને લઈને કામ કરતી ભોપાલની સંસ્થાના રિપોર્ટ પ્રમાણે સિંહના નમૂનામાં કોરોના માલૂમ પડ્યો હતો…ઉલ્લેખનિય છે કે ચાર જૂને પ્રાણી સંગ્રહાલયમાં રહેલા 11 માંથી 9 સિંહે અને સિંહણમાં કોરોના સંક્રમિત જણાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *