અગાઉ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ અપાતો હતો, જ્યારે હવે સરકારે વિદેશ જતા તમામ લોકોને 28 દિવસે બીજો ડોઝ આપવાનું નક્કી કર્યું છે.
જે માટેનું બુકિંગ મંગળવારથી શરૂ કરાયું છે. રાજ્ય સરકારની સૂચના બાદ હવે કોર્પોરેશન દ્વારા વિદેશ જનારા તમામ લોકોને રસીનો બીજો ડોઝ આપવા માટેની તૈયારી હાથ ધરી છે, જે અંગે મંગળવારથી ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ જે લોકો પાસે વિઝા હશે તેમને 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ મળશે.
જોકે હજુ આ માટે માત્ર બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રસીકરણ 2 દિવસમાં શરૂ કરવામાં આવશે. બીજી તરફ મંગળવારે 18 વર્ષથી ઉપરના માત્ર 5898 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. આ સાથે આ ઉંમરના 63.59% લોકોએ રસી મુકાવી છે.