અમદાવાદમાં ૧૪૧મી રથયાત્રામાં ૧૮ ગજરાજ ,૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા તેમજ ૧૮ ભજન મંડળીઓ જોડાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી ૧૪૧મી Rathyatra નું ૧૪ જુલાઈના રોજ ભારે ધૂમધામપૂર્વક મંદિરેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં ૨૨ કિલોમીટર લાંબા રૂટ પર પર આ વર્ષે ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રા અને બલરામજીના ત્રણ રથ ઉપરાંત ૧૮ ગજરાજ, ૧૦૧ શણ ગારેલી ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, 3 બેન્ડ બાજા અને ૨૫૦૦ જેટલા સાધુ સંતો રથયાત્રામાં જોડાશે.

આ અંગે માહિતી આપતા અમદાવાદના શ્રી જગન્નાથની મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ૧૪ જુલાઈ અને અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ મંદિરમાં પહિન્દ વિધિ થનારી છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.જયારે તે પૂર્વે શનિવારે સવારે ચાર કલાકે મંગળા આરતી થશે. જેની બાદ સવારે ૪.૩૦ કલાકે ખીચડીનો પ્રસાદ ધરાવવમાં આવશે. ત્યારબાદ ૫.૪૫ વાગે ભગવાનને નગરચર્ચા માટે રથમાં બેસાડવામાં આવશે. જ્યારે સાત વાગે મુખ્યમંત્રીના હસ્તે પહિન્દ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે.

રથયાત્રામાં અપાતી પ્રસાદ અંગે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે રથયાત્રામાં ૩૦,૦૦૦ કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડીનો પ્રસાદ આપવાાં આવશે. રથયાત્રા દરમિયાન કોઇ અનઇચ્છનિય ઘટના ન બને અને મોટું કોઇ નુકાસન ન થાય તેની તકેદારીના ભાગ રુપે પોલીસ કાફલો સેવા છે. આમ છતા તકેદારીના ભાગ રૂપે રથયાત્રાનો ૧.૫ કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ૧૪ જૂલાઈના રોજ નીકળનારી Rathyatra પૂર્વે શહેર લશ્કરી છાવણીમાં તબદીલ થઈ જશે. અમદાવાદમાં ત્રણેય મુખ્ય રથ આસપાસ ચેતક કમાન્ડો સહિત ૪૦૦૦ જવાનોની કિલ્લેબંધી કરવામાં આવશે. આ ઉપરાંત હથિયારોની સાથે કમ્મર પર પાવરફુલ કેમેરાઓ સાથેનું ખાસ સેલ બનાવામાં આવ્યું છે. અફવાખોરોને કાબુમાં રાખવા ૧૦૦ પોલીસનો નવો સ્કવોડ ઉભો કરવામાં આવ્યો છે. ભગવાનના મામાને ઘેર રસોડામાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરને-૨, અમદાવાદમાં-૨, વડોદરાને-૨, જૂનાગઢને-૨ તથા રાજકોટને વધારાની એસઆરપી કંપનીઓ ફાળવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *