રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં ઘટાડો

રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં આ અઠવાડિયામાં ડબે 25 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, ચોમાસુ નજીક આવતા મગફળી સહિતના માલની વેચાવલી વધતા ભાવ ઘટ્યા છે.

જ્યારે કપાસિયા તેલ ડબે 40 રૂપિયા, પામોલિયન તેલના ડબે 40 રૂપિયા, સનફલાવર તેલના ડબે 20 અને કોર્ન ઓઇલમાં ડબે 40 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સિંગતેલના ડબાનો ભાવ રૂપિયા 2465 થયો છે.મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો.

જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા. તેની સાથે સાથે સિંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *