ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાંખ્યો છે.
આ વાત પર તીરથ સિંહ રાવત સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે કહ્યું કે ચારધામ પ્રવાસને લઈને નૈનીતાલ હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. 16 જૂન બાદ રાજ્ય સરકાર યાત્રા ખોલવા પર વિચાર કરશે.
ઉલ્લેખનીય છે કે આની પહેલા સરકાર દ્વારા ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરુરી હતો. સરકારે જે જિલ્લાને પ્રવાસની પરવાનગી આપી હતી તેમાં ચમોલી જિલ્લાના યાત્રી બદ્રીનાથ ધામના દર્શન, રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ધામના દર્શન અને ઉત્તરકાશી જિલ્લાના યાત્રી ગંગોત્રી, યમુનોત્રી ધામના દર્શન કરવાના નિયમ બનાવ્યા હતા. જો કે સરકારે હવે આદેશ સ્થગિત કરી નાંખ્યો છે. જો કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં ફક્ત પુજારીઓને પૂજા અર્ચના સંબંધિત એક્ટિવિટીઓ કરવાની પરવાનગી છે.