વિશ્વ રક્તદાતા દિવસ ભરૂચ શહેરના સાયકલિસ્ટ ગ્રુપ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આજે 14મી જુન એટલે વિશ્વ રક્તદાતા દિવસ., ત્યારે આજના દિવસે ભરૂચ શહેરના સાયકલિસ્ટ ગ્રુપ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો.એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઉભી થાય છે,
જે દિવસે દિવસે વધી રહી છે. પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે, આપણા દેશમાં લોહીની ખૂબ જ અછત છે, ત્યારે આજે 14મી જુનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.