જૂનાગઢ જિલ્લાના સાસણ દેવળિયા પાર્ક ખાતે આજે પાંચ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સાસણમાં આવતા પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ મળે તે માટે થતા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના સાસણ દેવળિયા પાર્ક ખાતે આજે પાંચ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સાસણમાં આવતા પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ મળે તે માટે થતા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સિંહોનું ઘર એટલે સાસણ કે જ્યાં એશિયાટીક સિંહોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે તેમજ સાસણએ પ્રવાસન ક્ષેત્રે સૌથી વધુ ખ્યાતિ ધરાવતું સેન્ટર છે અહીં વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓને સારામાં સારી સુવિધાઓ મળે તે માટે આજે પ્રવાસન મંત્રી જવાહાર ચાવડા સાસણની મુલાકાતે આવ્યા હતા અને ખાસ કરીને સાસણના દેવળિયા પાર્ક તેમજ સિંહ સદનમાં ચાલતા વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું.
બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવે છે તેમજ વોકર પાર્ક અને યુવાનો માટે સનસેટ પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે મંત્રી જવાહર ચાવડાએ આ તમામ જગ્યાઓની મુલાકાત લઇ અને કયા પ્રકારનું આયોજન છે તે અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.સાથે સાથે આજે દેવળીયા પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે પાંચ જેટલી અદ્યતન નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.દેવળીયા પાર્કમાં લોકાર્પણ કરાયેલી નવી બસોમાં વ્યાપક સુવિધાઓ પણ રાખવામાં આવી છે જેવી કે ટીવી એસી મોબાઈલ ચાર્જર જેથી દેવળિયા પાર્કના પ્રવાસીઓને અદભુત રોમાચનો અનુભવ થાય તેવી વ્યવસ્થા આ બસમાં રાખવામાં આવી છે. હજુ પણ આગામી સમયમાં વધુ 5 બસોઅહીં મુકવામાં આવશે.