વિશ્વની સૌથી મોટી કોલ માઇન કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Ltd) એ સોમવારે ચોથા ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે.
માર્ચ 2021 માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 0.8 ટકા ઘટીને રૂ 4,588.96 કરોડ થયો છે. કોલ ઈન્ડિયા લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીને 4,655.76 કરોડ રૂપિયાનો નફો થયો હતો. રેગ્યુલેટરી ફાઇલિંગમાં કોલ ઈન્ડિયા લિમિટેડે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીના બોર્ડે ઇક્વિટી શેર દીઠ 3.50 રૂપિયાના અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ 27,974.12 કરોડ રહી છે. જે એક વર્ષ અગાઉ 29,820.97 કરોડ રૂપિયા હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું એકીકૃત વેચાણ ઘટીને રૂ 29,820.97 કરોડ થયું છે.