રાજ્યમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે જ્યારે 11 મૃત્યુ થયા છે. ગત 10 માર્ચના રોજ 700થી નીચે કેસ નોંધાયા હતા. અામ 91 દિવસ બાદ 700થી નીચે કેસ નોંધાયા છે.
આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસ 95 ટકા જેટલા ઘટી ગયા છે. બીજી લહેર 3 મહિનામાં નબળી પડી છે. જ્યારે દેશમાં કોરોનાના કેસમાં 79 ટકાનો ઘટાડો નોંધાયો છે. મંગળવારે 86498 કેસ નોંધાયા હતા. રિકવરી રેટ 94.29 ટકા પર પહોંચ્યો છે. કુલ કેસની સંખ્યા 8 લાખથી ઉપર થઇ ગઇ છે.
સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 7.93 લાખ થઇ છે. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ, ત્યાં નિષ્ણાતો ત્રીજી લહેરમાં સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાથી રાહત, દેશમાં કેસ 79% ઘટ્યા
ગુજરાતમાં 24 કલાકમાં 695 કેસ
11 લોકોના મોત, 2122 દર્દી સાજા થયા, એક્ટિવ કેસ 14,724 નોંધાયા છે