કોરોનાની બીજી લહેરની અસર ઓછી થતાં ફરીથી જનજીવન રાબેતા મુજબ થઇ રહયું છે. અમદાવાદની ધોરીનસ સમાન એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવતાં લોકોને રાહત થઇ છે.
કોરોનાનો ખતરો હજી મંડરાઇ રહયો હોવાથી દરેક બસમાં બેઠકોની સંખ્યા કરતાં અડધા જ મુસાફરોને બેસાડવામાં આવશે. અમદાવાદમાં છેલ્લા 83 દિવસથી બંધ રહેલી એએમટીએસ-બીઆરટીએસની બસ સેવાઓ હવે ફરી શરૂ થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
AMTS-BRTS બસ સેવા 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરવામાં આવી છે કોરોના કાળમાં છેલ્લા કેટલાક મહિનાથી બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને રીકશાના મોંઘા ભાડા ચુકવવા પડતાં હતાં.