ભરૂચ શહેર અને જિલ્લામાં અલગ અલગ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડની જરૂરિયાત

કોરોનાકાળમાં દરેક સેવાભાવી સંસ્થાઓ કોવિડ સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે. કોરોનાની બીજી લહેરમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અલગ અલગ વોટ્સએપ ગ્રુપ થકી જોડાયેલા યુવાનોએ અત્યાર સુધી જરૂરિયાતમંદોને બ્લડની જરૂરિયાત પુરી પાડવી,કોવિડ સંક્રમિત માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવી, કોવિડ પેશન્ટ માટે ઓક્સિજન બોટલ, બાયપેપ મશીન , હોસ્પિટલોમાં કોવિડ દર્દીને બેડની વ્યવસ્થાઓ વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી છે.

વોટ્સએપ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડતા સેવાભાવી યુવાનોએ સોશ્યલ મીડિયા થકી થયેલ સેવાકીય કાર્યને વધુ વેગ આપવા આજરોજ તમામ ગ્રુપને વિલીનકરણ કરી સમર્પણ સંગઠનની રચના કરવામાં આવી હતી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના મુખ્ય ચેરમેન તરીકે વિકાસ કાયસ્થ, જ્યારે પ્રમુખ તરીકે પ્રેમ ચદ્દરવાલાની નિમણુક કરવામાં આવી હતી.સમર્પણ સંગઠનની રચના અને વિવિધ સેવાકાર્યની માહિતી આપવા આજરોજ જે બી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના આગામી આયોજનો અને કોરોનાની ત્રીજી લહેરમાં યુવાનોની તૈયારીની માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *