કોરોના મહામારીમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટરને મોટા પાયે નુકસાની છે પરંતુ એસએમઇ-ગૃહઉદ્યોગમાં અગરબત્તી ઇન્ડસ્ટ્રીઝે રોજગારી અને વેપાર જાળવી રાખવા પ્રયાસ સફળ રહ્યાં છે.કોરોના ક્રાઇસિસ, લોકડાઉન, સ્લોડાઉન અને પ્રોડક્શન બંધની સ્થિતિ વચ્ચે પણ દેશનું અગરબત્તી ઉદ્યોગનું વાર્ષિક દર 7500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે જેમાંથી 90 માર્કેટ કોરોના મહામારીમાં પણ જાળવી રાખ્યું છે. એટલું જ નહિં ચાર લાખ નવી રોજગારીનું પણ સર્જન કર્યું છે. ગુજરાતનું અગરબત્તિ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ 250 કરોડની સપાટી પર પહોંચે તેવો આશાવાદ છે.અગરબત્તી ઉદ્યોગ શ્રમ આધારિત ઉદ્યોગ છે અને ઉત્પાદકોએ કોવિડ મહામારીનો સામનો કરવા ઇકોસિસ્ટમને ટેકો આપ્યો છે તેમ ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશનએ જણાવ્યું હતું. વિવિધ પડકારો વચ્ચે પણ ઉદ્યોગે ગયા નાણાકીય વર્ષમાં આશરે 4 લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે. 4 લાખમાંથી આશરે 60 ટકા ઉત્પાદનમાં કામ કરે છે અને અન્ય લોકો સપોર્ટ અને માર્કેટિંગ કામગીરીઓ સાથે સંકળાયેલા છે. ઉત્પાદનમાં 70 ટકા મહિલાઓ સંકળાયેલી છે.ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશન (AIAMA)ના પ્રેસિડેન્ડ અર્જૂન રંગાના જણાવ્યા મુજબ વિશિષ્ટ સુગંધ, ઉત્કૃષ્ટ ગુણવત્તા અને પેકેજિંગથી ભારતીય અગરબત્તી ઉદ્યોગે વિશ્વમાં આગવું સ્થાન ઊભું કર્યું છે. અને આપણો દેશ ફ્રેગ્રન્ટ એમ્બેસેડર ગણાય છે.
