ભારતના સૌથી મોટા આઈપીઓની તૈયાર કરનાર પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનના બોર્ડે આજે પેટીએમના પરિણામો જાહેર કર્યા છે. કંપની 3 અબજ ડોલર એટલેકે 22,000 કરોડના આઈપીઓ માટે તાડામાર તૈયારી કરી છે,તેવામાં કંપની માટે એક સારા સમાચાર આવ્યા છે.પેટીએમની આવક નાણાકીય વર્ષ 2020-21માં 3186 કરોડ રહી છે,જે અગાઉના વર્ષે રૂ. 3540 કરોડ રૂપિયા હતી,તેમ કંપનીએ રજૂ કરેલ વાર્ષિક અહેવાલમાં જાણવા મળ્યું છે.ગત નાણાંકીય વર્ષની 2942 કરોડની ખોટની સામે 2020-21ના વર્ષમાં ઈ-કોમર્સ મર્ચન્ટ કંપનીની ખોટ ઘટીને 1701 કરોડ રૂપિયા થઈ છે. મુખ્ય કારોબારમાંની આવક 3280 કરોડથી ઘટીને 2802 કરોડ રૂપિયા થઈ છે.પેટીએમ મ્યુચ્યુઅલ ફંડ્સ, વેલ્થ મેનેજમેન્ટ, સ્ટોક ટ્રેડિંગ અને વીમા સેવાઓ શરૂ કરીને ફાઈનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં મોટો બજાર હિસ્સો પોતાના નામે કરવા હાલ કટીબદ્ધ છે.આ સિવાય પેટીએમએ ઓલા, ઈન્ડસઇન્ડ બેન્ક, ઝેટા, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સહિતના સમૂહ સાથે ન્યૂ અંબ્રેલા એન્ટીટી (એનયુયુ) લાઇસન્સ માટે પણ અરજી કરી છે. આ સિવાય કંપનીએ જનરલ વીમા કારોબાર શરૂ કરવા પણ કવાયત હાથ ધરી છે.
