કોરોનાની બીજી લહેરની માર: GST કલેકશન ઘટીને 1.02 લાખ કરોડ

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે સમગ્ર દેશને બાનમાં લેતા ફરી અર્થતંત્ર નબળા પડવાના સંકેત મળી રહ્યાં હતા. IIP બાદ ઈ-વે બિલ ઈશ્યુઅન્સ ઘટતા મે મહિનામાં જીએસટી કલેકશન ઘટવાની સંભાવના સેવાઈ રહી હતી અને આંકડા દર્શાવે છે કે ફરી અર્થતંત્ર નબળું પડી રહ્યું છે.મે, 2021માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેકશન 1.02 લાખ કરોડ રહ્યું છે. એપ્રિલમાં જીએસટી કરવસૂલી 1.4 લાખ કરોડ હતી,જે 2016માં GST લાગુ થયા બાદ સૌથી વધુ હતું.નાણામંત્રાલયે જાહેર કરેલ આંકડા અનુસાર સરકારને મે મહિનામાં કુલ 1,02,709 કરોડની આવક થઈ છે,જેમાંથી સીજીએસટી પેટે 17,592 કરોડ અને એસજીએસટી પેટે 22,653 કરોડની આવક થઈ છે. આ સિવાય 53,199 કરોડ આઈજીએસટીની અને 9265 કરોડની સેસની આવક છે.જોકે મહત્વની વાત એ છે કે સતત આઠમા મહિને ભારતનું જીએસટી કલેકશન 1 લાખ કરોડના સાયકોલોજિકલ લેવલની ઉપર છે અને કોરોનાને કારણે લાગુ કરેલ રાષ્ટ્રીય લોકડાઉન બાદના બીજા જ મહિના એટલેકે મે, 2020ની સરખામણીએ આ વર્ષે કલેકશન 65% વધુ છે. ગત વર્ષની આયાતના ટેક્સની સરખામણીએ આ વર્ષે 56% વધુ આવક થઈ છે અને ઘરેલું વ્યવહારોની આવક પરનો ટેક્સ વાર્ષિક દ્રષ્ટિએ 69% વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *