કોરોના મહામારીના લીધે અવરજવર પર પ્રતિબંધ છે તેના લીધે સપ્લાયમાં વિક્ષેપ સર્જાયો છે. એવા સમયે ગ્રાહકોએ તેમના રોજિંદા ભોજનમાં ડુંગળીનો સમાવેશ કરવા માટે આગામી સપ્તાહોમાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. પાછલાં કેટલાક દિવસોમાં ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં સતત વધારો થયો છે. ગયા વર્ષે કમૌસમી વરસાદ થયો હતો, જેના કારણે ખેડુતો ઉંચા ભાવે બિયારણ ખરીદવા પડ્યા હતા. પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો અને ખેડુતો આકર્ષક ભાવ મેળવવા માટે જથ્થો પાછો ખેંચી શકશે.ઉપરાંત કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક લોકડાઉન અને ઇંધણના ખર્ચમાં સતત વધારો થવાથીશાકભાજીના છૂટક ભાવ વધી રહ્યાં છે.મહારાષ્ટ્રના ડુંગળીના વેપાર માટેનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રના લાસલગાંવ ખાતે ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ આવતા બે અઠવાડિયામાં 100 કિલો દીઠ 3,000 રૂપિયાને પહોંચી શકે છે, એવું મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક એસોસિએશનના સભ્ય કિરણ સોનાવેને જણાવ્યું હતું.હાલમાં, ડુંગળીનો ભાવ 100 કિલો દીઠ આશરે 1,900 રૂપિયા છે, જે ગત સપ્તાહની શરૂઆતમાં 1,400 રૂપિયાથી ઉંચો છે. એક વર્ષ અગાઉ વધારે સપ્લાયના કારણે તેનો 100 કિલો દીઠ ભાવ 700-1,000 રૂપિયા હતો, એમ વેપારીઓએ જણાવ્યું હતું.