Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોઝને શેર કર્યા જેમાં મહાનાયક લગ્નના રીત -રિવાજો પૂર્ણ કરતા જોવા મળે છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમની પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) આજે તેમની Anniversary સેલિબ્રેટ કરી રહ્યા છે. 3 જૂન 1973ના રોજ બન્ને ફિલ્મી સ્ટાર્સના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જુની યાદોને તાજા કરી છે. પોતાના લગ્ન સમયના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. લગ્નના મંડપમાં બેઠેલા બન્ને સ્ટાર ખૂબ સુંદર લાગી રહ્યા છે. જયા બચ્ચન લાલ પાનેતરમાં સજીને બેઠી છે તો સફેદ શેરવાણીમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ કમાલ લાગી રહ્યા છે. બિગ બી એ આ ફોટાને શેર કરતા કેપ્શનમાં દરેકનો આભાર માન્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *