ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં પત્ની સાથે થયેલા ઝગડામાં લાગી આવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના દઢાલ ગામની ડ્રીમ સીટીમાં રહેતા મૂળ દિલ્હીના 28 વર્ષીય અજેશકુમાર રાઠોડના ગત તા. 16 એપ્રિલના રોજ લગ્ન થયા હતા. જે બાદ તે પોતાની પત્ની સાથે અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેવા આવ્યો હતો. પરંતુ અજેશકુમારના પત્ની સાથે અવારનવાર ઝગડા થયા કરતા હતા. જેમાં પત્નીના પિયરીયા પણ આવી જતા બન્ને વચ્ચે સતત ઘર્ષણ થયા કરતું હતું, ત્યારે આ દરમ્યાન અજેશકુમારને પત્ની સાથે કોઈક બાબતે ઝગડો થયો હતો.
