ધોરણ -12ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી

કોરોનાની મહામારીના કારણે ધોરણ-10 બાદ હવે ધોરણ -12ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. બુધવારના રોજ મળેલી કેબીનેટની બેઠકમાં પરીક્ષા રદ કરવા અંગેનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો હતો. રાજય સરકારે ધોરણ -12ની પરીક્ષાઓ પહેલી જુલાઇથી શરૂ થશે તેવી જાહેરાત કરી ટાઇમટેબલ પણ બહાર પાડી દીધું હતું. ધોરણ -12ની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ વાલીઓ અને શાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો. બુધવારના રોજ ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા બાદ ધોરણ -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *