પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની સરાજાહેર હત્યા થતાં ચકચાર મચી

જુનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી અને મહાનગરપાલિકાના પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની સરાજાહેર હત્યા થતાં ચકચાર મચી છે. જોકે, હત્યા પાછળનું કારણ રાજકીય અદાવત હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. શહેરના વોર્ડ નંબર 15માં વર્ષોથી નગરસેવક તરીકે ચુંટાતા અને મહાનગરપાલિકાના મેયર રહી ચૂકેલા લાખા પરમારનો પુત્ર ધર્મેશ પરમારની પત્ની પણ નગરસેવક રહી ચૂકી છે. તાજેતરમાં પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં લાખા પરમારે કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 15 માં ઉમેદવારી કરી હતી. ત્યારથી ભાજપ અને કોંગ્રેસના વોર્ડ નંબર 15ના આગેવાનો અને નગરસેવક સામસામે આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *