હાલોલ શહેરના અરાદ રોડ પર તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જતાં મૃત્યુ

હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં બુધવારના રોજ ન્હાવા પડેલા ૪ મિત્રો પૈકી બે સગા ભાઈઓનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું. જ્યારે બે જણા બહાર નિકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. જ્યારે હાલોલ ટાઉન પોલીસને ફાયર ફાયટરની ટીમને જાણ થતાં ફાયર ફાયટરની ટીમે બંન્ને ભાઈઓના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતાં. પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. જ્યારે તળાવ નજીક આવેલ મદારીવાસમાં રહેતા બે સગા ભાઈઓનું આમ ડૂબી જવાથી મોત થતાં તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *