ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય એન.એચ.સી મંગળવારે જણાવ્યું હતું કે, પૂર્વ ચીનનાં પ્રાંત જિઆગ્સુંમાં બર્ડ ફ્લૂનાં કોઈ ખાસ સ્ટ્રેનથી માનવીય સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે. ચીનમાં પ્રથમ વખત માણસોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે.
41 વર્ષીય વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો H10N3 સ્ટ્રેન જોવા મળ્યો છે. ચીનની રાષ્ટ્રીય આરોગ્ય આયોગે આની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનનાં ઝેનજિયાંગનો રહેવાસી છે. એનએચસી એ જણાવ્યું કે તાવ અને અન્ય લક્ષણો બતાવ્યા બાદ ગત 28 એપ્રિલે આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક મહિના પછી, એટલે કે 28 મે નાં રોજ, H10N3 સ્ટ્રેન આ વ્યક્તિનાં શરીરમાં મળ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, આ વ્યક્તિ વાયરસથી કેવી રીતે સંક્રમિત લાગ્યો તે વિશે NHCએ કોઈ માહિતી આપી નથી. આજે સમગ્ર દુનિયા ચીનનાં આપેલા કોરોનાવાયરસનાં કારણે પહેલા જ પરેશાન છે, ત્યારે જો આ વાયરસ ફેલાયો અને તેણે કોઇ વિકરાળ સ્વરૂપ લીધુ એટલે કે વધુને વધુ લોકોને થયો તો મુશ્કેલીઓમાં ઘણો વધારો થઇ શકે છે.
