ચીની સૈનિકો ડરી ગયા હતા તેવું લખનારા ચાઈનીઝ બ્લોગરને જેલ

ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ સંઘર્ષ અંગે ચીનની પોલ ખોલનારા એક બ્લોગર પર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ આકરી કાર્યવાહી કરી છે. ચીને આ બ્લોગરને જેલમાં પૂરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અથડામણમાં ચીનના કેટલા સૈનિકો માર્યા ગયા હતા તેનો સાચો આંકડો હજી સુધી જાણવા મળ્યો નથી. તાજેતરમાં ચીનના બ્લોગર ચાઉ જિમિંગે આ અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના મોતની સંખ્યા અંગે શંકા વ્યક્ત કરી હતી. એ પછી ચીને આ બ્લોગરને શહીદોનુ અપમાન કર્યુ હોવાના આરોપ બદલ દોષી ઠેરવ્યો છે. તેને આઠ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. દરમિયાન ચીનની સરકારે બ્લોગરને આ નિવેદન બદલ 10 દિવસમાં માફી માંગવાનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ. એ પછી નાનજિંગ પ્રાંતની પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જાહેર કરાયેલા વિડિયોમાં જિમિંગ માફી માંગતો નજરે પડયો હતો. જોકે કોર્ટે તેને આઠ મહિનાની સજા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *