મગફળી એ ગુજરાતનો મહત્ત્વનો તેલીબિયાં પાક છે. મગફળીનું તેલ ગુજરાતમાં સૌથી વધુ વપરાય છે. પરંતુ મગફળી દાણા ખાવાના પણ ઘણાં ફાયદા છે. વિવિધ ખાદ્ય વાનગીઓમાં સ્વાદ વધારવા માટે મગફળી અને તલનો ભૂકો કરીને નાંખવામાં આવે છે. મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબજ મહત્ત્વની છે. તેના વિશે કદાચ પૂરતી માહિતી પણ નહીં હોય. પૌવા, કટલેટ અને ચટણીથી લઈને તમામ ખાદ્ય વાનગીઓનો સ્વાદ વધારતી મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબજ મહત્ત્વની છે. નિષ્ણાતોના મતે મગફળીમાં 25 ટકાથી વધુ પ્રોટીન હોય છે. એક લિટર દૂધમાંથી આપણને જેટલું પ્રોટીન મળે છે તેટલું 100 ગ્રામ મગફળીમાંથી મેળવી શકીએ છીએ. જે લોકોને પાચનમાં તકલીફ હોય છે, તેઓને મગફળી ખાવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે. પરંતુ આ રીતે મગફળી ખાસો તો ગેસની સમસ્યા પણ દૂર થશે.