એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો વધી શકે છે. વિવિધ કોમોડિટીની ભાવ વધતા કન્ઝ્યુમર એપ્લાયન્સીસ બનાવતી કંપનીઓ પોતાની પ્રોડક્ટની કિંમતો 10થી 15 ટકા વધારી શકે છે. આ પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં કંપનીઓએ કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો વધારી હતી જે માટે મુખ્ય કોમ્પોનન્ટ્સ અને મેટલના વૈશ્વિક ભાવ વૃદ્ધિને જવાબદાર ગણાવી હતી. હાલ તો ઘણા રાજ્યોમાં લોકડાઉન હોવાથી એપ્લાયન્સીસના વેચાણને ફટકો લાગ્યો છે. તેથી આ વખતે કંપનીઓ 10-15% કિંમત વધારી શકે છે.