ભારતમાં કોવિડ-૧૯ મહામારીનો સેકન્ડ વેવ માંડ નીચે થયેલા મ્યૂકરમાઈકોસિસના રોગચાળામાં પણ સૌથી વધુ કેસ ગુજરાતમાંથી મળી રહ્યા છે. રાજ્યમાં રોજેરોજ કેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત સરકાર સાર્વજનિક કરતી નથી. ગુજરાતમાં ભારતમાં સૌથી વધુ મ્યૂકરના કેસ નોંધાયા છે. ૨૫ મેને મંગળવાર સુધીમાં દેશના ૨૫ રાજ્યોમાં મ્યૂકરના ૧૨,૮૪૨ કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ ૩,૫૦૪ કેસ અને ૧૪૫ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ૧૪૫ મૃતકોનો પણ સમાવેશ થાય છે. રેમેડેસિવિર ઈન્જેક્શનના અછત વચ્ચે બે-ત્રણ ડોઝમાં કોરોનાને હરાવનારા અનેક ગુજરાતીઓ મ્યૂકરના રોગમાં એમ્ફોટેરિસિન – બી ઈન્જેક્શનના અભાવ વચ્ચે ટપોટપ મૃત્યુ પામ્યા છે. ભારતમાં ગુજરાત પછી સૌથી વધુ મ્યૂકરના કેસ મહારાષ્ટ્રથી મળી આવ્યા છે. જો કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસના પ્રમાણમાં આ સંખ્યા ઓછી છે. ગુજરાત સરકારે મ્યૂકરને રોગચાળો જાહેર કર્યા બાદ દિલ્હી મોકલવા તૈયાર કરેલા પત્રમાં ૩,૫૦૪ કેસ હોવાનું કહેવાયુ છે. જેમાંથી ૫૦૦ દર્દીઓ સાજા થઈ ચૂક્યાનું પણ જણાવવામાં આવ્યુ છે. જો કે, કાગળ ઉપર રજૂ થયેલી હકિકતથી ગુજરાતમાં વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન જુદી છે.