ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર માટે લાગુ પડ્યાં નવા નિયમો

ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટરને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય અપાયો હતો. નવા નિયમોમાં સોશિયલ મીડિયાએ ભારતમાં એક પાલન અધિકારીની નિયુક્તી કરવાની ફરજિયાત બનાવાયું છે. આઈટી મંત્રાલયે પત્રમાં નિયમ પાલનની સ્થિતિ સરકારને વાકેફ કરવાનો સોશિયલ મીડિયાને આદેશ આપ્યો છે. સરકારે આગ્રહપૂર્વક જણાવ્યું કે કૃપા કરીને તમારો જવાબ અમને આપો. કેન્દ્ર સરકારના નવા નિયમો પ્રમાણે WhatsApp મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલ મેસેજના ઓરિજીન અંગેની જાણકારી રાખવી પડશે. આ નિયમ વિરૂદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે કે, તેનાથી યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લઘન છે. તેના પર કેન્દ્ર સરકારે Whatsappને રોકડું પરખાવ્યું, કહ્યું- ગોપનીયતાના અધિકાર કેન્દ્ર સરકારે કડક ટિપ્પણી કરતા કરતા ટ્વીટ કર્યું કે, એક તરફ WhatsApp પોતાના યુઝર્સ માટે આવી પ્રાઈવસી પોલીસીને અનિવાર્ય કરવા મથી રહ્યું છે, જેના હેઠળ તેમની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરી શકે. તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થાને યથાવત રાખવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગવવા માટે લાવવામાં આવેલ ભારત સરકારની ઇન્ટરમીડિયરી ગાઈડલાઈન્સને લાગુ કરવાનો નનૈયો ભણી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, અમારા યુઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ઈરાદો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *