NHAI દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ, ફાસ્ટેગ ફરજિયાત થયાં બાદ મોટાભાગના ટોલ પ્લાઝાએ વાહન ચાલકોએ રાહ જોવી પડતી નથી. વાહનની લાઈનો 100 મીટર સુધી નથી લાગતી પરંતુ જો કોઇ કારણોસર ટોલ પ્લાઝા પર વાહનની લાઈનો 100 મીટરથી વધી જાય તો વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે નહીં જ્યાં સુધી અંતર 100 મીટર થતું નથી. તેના માટે દરેક ટોલ પ્લાઝા પર પીળા કલરની લાઈનો દોરવામાં આવશે. જેની જવાબદારી ટોલ ઓપરેટરની રહેશે. ઉલ્લેખનીય છે કે, 2021 ફેબ્રુઆરી માસથી ફાસ્ટેગને ફરજીયાત કરીને NHAI એ તમામ ટોલને કેશલેસ બનાવ્યા છે. NHAI ના ટોલ પ્લાઝામાં, 96 ટકા અને અન્ય ટોલ પ્લાઝા 99 ટકા ઝડપથી કલેક્શન કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ફાસ્ટ ટેગ ડ્રાઇવર અને ટોલ વર્કર વચ્ચે સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે છે.