રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગહી કરી છે, થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે માવઠું પડી શકે છે. ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદમાં સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વાતાવરણ સામાન્ય દલાઈ આવી શકે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મોટા શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સુરત સહિતમાં ગરમીનો પારો ઉંચે જતા બફારો સહન કરવો પડી શકે છે.