રાજ્યની યુનિવર્સિટીમાં મેરિટ પ્રમાણે પ્રમોશન આપવામાં આવશે

રાજ્યની યુનિવર્સિટીમાં મેરિટ પ્રમાણે પ્રમોશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે પ્રમોશન આપવામાં આવશે. આ માસ પ્રમોશનમાં રાજ્યની યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝ પ્રોગ્રેશન અપાશે. કોવિડ-19 સંક્રમણ સ્થિતીમાં આ વર્ષ પૂરતું મેરિટ બેઇઝ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય મુખ્યમંત્રી  દ્વારા કરાયો છે. રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ- ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તેમજ સરકારી અને ખાનગી કોલેજોના સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર 2-4 અને જ્યાં સેમિસ્ટર-6 ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝ પ્રોગ્રેશન મળશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ નિર્ણય લીધો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *