અમેરિકાના નાણા મંત્રાલયે જણાવ્યું કે, તે અમેરિકા સ્થિત કંપનીઓના વિદેશી નફા પર ઓછામાં ઓછા 15 ટકાના દરે વૈશ્વિક કોર્પોરેટર ટેક્સનું સમર્થન કરે છે, જ્યારે તે અગાઉ તેને મીનીમમ 21 ટકા ટેક્સ લગાવવાની વાત કહી હતી. અમેરિકી નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કોર્પોરેટ ટેક્સના દરોમાં કાપની સ્પર્ધા સંયુક્ત રાજ્ય અમેરિકા અને અન્ય દેશોની આવક એકઠી કરવાની ક્ષમતાને ઓછી કરી રહી છે. આ અગાઉ આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (OECD) અને ગ્રુપ-20 દેશોએ મીનીમમ કોર્પોરેટ ટેક્સના દરે એક કરાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ આ રજૂઆત કરાઈ છે.