તૌકતે વાવાઝોડાએ ગીર-સોમનાથ, અમરેલી, ભાવગનર જિલ્લાઓના કાંઠા નજીકના વિસ્તારોને 15 કલાકથી વધુ સમય લીધો હતા. જ્યાંથી વાવાઝોડું તૌકતે 100 કિલોમિટરથી વધુ ઝડપી પવન સાથે પસાર થયું હતું. સ્થાનિક રહેવાસીઓ માહિતી મુજબ જનજીવનને અહીં માઠી અસરો પડી છે.
ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે, તો કેટલાકનાં મકાનોની છત તૂટી ગઈ છે. જીવન જરૂરી વસ્તુઓની પણ અછત સર્જાઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વીજળી અને પીવાના પાણીની પણ સમસ્યા છે. ઘણા ખેડૂતોનાં ખેતરો ધોવાઈ ગયાં છે. ગીર-સોમનાથનું ઉના ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી તારાજી સર્જાઈ છે. નાળિયેરીના બગીચાઓમાં 100 વર્ષ જૂનાં વૃક્ષો હતાં એ પણ પડી ગયાં.
આંબા પણ પડી ગયા. હવે આવતા વર્ષે અહીંથી કેરીનું ઉત્પાદન અત્યંત ઓછું રહેશે.” “લોકોએ પોતાની આંખો સામે પોતાનાં ખેતરો-બગીચા નષ્ટ થતાં જોયાં”. “હજુ એકાદ અઠવાડિયા સુધી વીજપુરવઠો નહીં આવે એવું કહેવામાં આવ્યું છે. રસ્તાઓ પર ધરાશાયી થઈ ગયેલાં વૃક્ષોને દૂર કરવા કામગીરી ચાલુ છે. વીજળીના થાંભલાઓ પણ મોટી સંખ્યામાં પડી ગયા છે. બીજી તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. એટલે સ્થિતિ ઘણી પડકારજનક બની ગઈ છે.”