ગુજરાત સહિત દેશમાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં લોકોને અપાઈ રહી છે. હવે ભારત બાયોટેકે મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન હવે ગુજરાતમાં અંકલેશ્વરમાં તેનું ઉત્પાદન થશે. ગુજરાતીઓ માટે ગર્વની બાબત કહેવાય કે વૈશ્વિક મહામારીનું શસ્ત્ર હવે પોતાની ધરા પર તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં ભારત બાયોટેકની કોવેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. ભરૂચના અંક્લેશ્વરમાં તેનું ઉત્પાદન થશે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર સુચિત્રા એલ્લાએ ટ્વિટ કરીને માહિતી આપી છે. હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે.
