બેન્ક કર્મચારી ઉપર લોખંડની પાઈપથી હુમલો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સઈજ ગામે આજે સવારના સમયે લોનનો હપ્તો લેવા ગયેલા બેન્ક કર્મચારી ઉપર યુવાનના ભાઈઓએ લોખંડની પાઈપથી હુમલો કરતાં બેન્કકર્મીને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલમાં ઉમાશિખર રેસીડેન્સીમાં રહેતા અને આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં સેલ્સ ઓફીસર તરીકે કામ કરતાં રાહુલ રાજેન્દ્રકુમાર ભટ્ટ બેન્કના હપ્તાની રીકવરીનું કામ પણ સંભાળે છે. ત્યારે આજે સવારના સમયે તેઓ સઈજ ધાનજ રોડ ઉપર આવેલા લાલાજી પોપટજી ઠાકોરના પાર્લર ઉપર લોનના હપ્તાના રૃપિયા લેવા માટે ગયા હતા. આ સમયે દુકાન ઉપર લાલાજીનો ભાઈ મનોજ પોપટજી ઠાકોર અને રાજુજી પોપટજી ઠાકોર હાજર હતા. જેથી મનોજે કહયુ હતું કે તુ અહીં કેમ આવ્યો છે જેથી રાહુલભાઈએ લાલાજી ઠાકોરનો લોનનો હપ્તો લેવા માટે આવ્યો હોવાનું કહયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *