તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. સૌરાષ્ટ્રમાં અસંખ્ય પશુના મોત નિપજ્યાં છે. ત્યારે આ વાવાઝોડાની અસર હેઠળ ગાંધીનગર જિલ્લામાં પણ પશુ મોતના કુલ ૫૨ બનાવ બે દિવસમાં નોંધાયાં છે. સર્વેની કામગીરી દરમિયાન વડસર-જાસપુર વચ્ચે અતિવૃષ્ટિથી પાણીમાં ડુબી જવાથી ૨૬ બકરા, ત્રણ વાછરડાં અને એક ગાય મળી ૩૦ પશુઓના મોત થયાં હોવાનું સામે આવે છે. આ ઉપરાંત વૃક્ષ અને તબેલાના શેડ પડી થવાથી પણ ઘણા પશુઓના મોત થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.