તાઉ-તે વાવાઝોડાના કારણે રાજયમાં રસીકરણની બંધ થયેલી કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 76 હેલ્થ સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ થતાં લોકોને રાહત સાંપડી છે. અમદાવાદ શહેરમાં આજથી ફરી રસીકરણ ની શરૂઆત કરવામાં આવી છે. તાઉતે વાવાઝોડાને લઇને બે દિવસથી વેક્સિનેશનનું કામ બંધ હતું. અમદાવાદ મનપાના 76 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન ચાલુ રહેશે
